શબ્દ બાણ દિલને વીંધી ગયું, દિલની આરપાર નીકળી ગયું
ચાહી હતી છાયા જે ઝાડની, જીવનમાં એ તો ઠૂંઠું નીકળ્યું
સ્નેહભરી બનીને વેલ, જીવનના રસકસ એ ચૂસી ગયું
વળગી હતી કંઈક કામનાઓ દિલને, દિલ એમાં ગૂંથાઈ રહ્યું
સુઘડતાના સ્વામી બની સાથે રહ્યા, જીવનને વેરણછેરણ બનાવી ગયું
આપ્યા સાથ ઘણાએ ઘણા, હસ્તરેખા ના કોઈ બદલી શક્યું
કરતા વિચાર વારેઘડીએ એનો, જીવન દુઃખી ને દુઃખી થઈ ગયું
નબળા ઉપર વરસે ઝડી, આંખ ઊંચી કરી, સપનાને ના જોઈ શક્યું
હસ્ત માનવતાનો મળ્યો ના દિલને, દિલ આળું ને આળું રહ્યું
શું કરું, શું કરવું દિલ એમાં ને એમાં, મૂંઝવણ અનુભવતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)