ઘેરી લે ચિંતા જીવનમાં તને તો જ્યારે
કરી લે સેવન અમોઘ ઔષધનું, કરી લે સેવન પ્રભુના નામનું
હારી જાય હિંમત જીવનમાં તું તો જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
મૂંઝાય જીવનમાં તું જ્યારે ને જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
બને બેસૂરુ સંગીત જીવનમાં તારું, કરી લે સેવન પ્રભુના નામનું
વાગે નિષ્ફળતાની ચોટ હૈયામાં જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
દુઃખદર્દથી પીડાય જીવનમાં તું જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
લાગે રે અધૂરપ જીવનમાં જ્યારે ને જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
જાગે અજંપો ને અધૂરપ હૈયે જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
અંધકાર ફેલાય જીવનમાં જ્યારે, કરી લે સેવન પ્રભુના નામનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)