હતી પાસે પ્રેમની પાંખો, પ્રેમની સીડી, પહોંચવું હતું પ્રેમનગરી
પ્રેમના વિચારે, પ્રેમભરી નજર હતી, મુસાફરી તો પ્રેમનગરીની
હતા દૂર લાગ્યા પાસે હતા, બંધાયેલા તો સહુ પ્રેમના દોરે
હતી વાતો ત્યાં પ્રેમની, ચાલતાં હતાં તીર ત્યાં પ્રેમનાં ને પ્રેમનાં
વરસતો હતો હરેક નજરમાંથી પ્રેમ, ઝીલતા હતા પ્રેમથી સહુ પ્રેમને
હતું પૂજન ત્યાં પ્રેમનું, હતું સહુનાં હૈયે આસન તો પ્રેમનું
પ્રેમભરી લેણદેણ હતી, પ્રેમની લેતી હતી ને દેતી હતી સહુ પ્રેમની
શરૂઆત હતી જ્યાં પ્રેમની, પામવી હતી મંઝિલ તો પ્રેમની ને પ્રેમની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)