સરવાળે સરવાળો છે જગમાં સહુનો સરખો, જગમાં કોઈનું કાંઈ નથી
કરીકરી જગમાં સહુ મારુંમારું, છોડી બધું પડશે જગ છોડી જવાનું
કર્યાં પાપો ને પુણ્યો સહુએ, કર્યું ઊભું ફરીફરી જગમાં આવવાનું
લાવ્યા ના કાંઈ કોઈ જગમાં, કર્યું ભેગું જે જગમાં, જગમાં એ રહી જવાનું
હાર કે જીતમાં બદલાય મનની અવસ્થા બંને, જગમાં એ રહી જવાનું
છૂટયા ને બંધાયા ઋણાનુબંધો, ફરીફરી આવાગમન એમાં થવાનું
છે જગ તો પ્રભુના પ્રેમનો સાગર, છે સહુએ એમાં ન્હાવું ને નવરાવવું
સમજીને ના વર્ત્યા જગમાં, ભલું એમાં કાંઈ એનું નથી થાવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)