લખતો ને લખતો રહ્યો રોજ જીવનની કહાની, ન જાણે રહી જાશે ક્યારે અધૂરી
નથી કાંઈ નજમી નથી બાજીગર, રોજ રોજ લખતો ને લખતો રહ્યો છું કહાની
મારી ને મારી કહાનીની ક્ષમતા, નથી મારામાં ને મારામાં તો એ વાંચવાની
લખાતી ને લખાતી રહી છે રોજેરોજ વાર્તાઓ, નથી ફુરસદ એને તો જોવાની
નથી કાંઈ કોઈ એની પ્રત છપાવાની, વાંચી શકશે હશે ક્ષમતા એને વાંચવાની
પ્રાપ્ત છતાં હશે એ અપ્રાપ્ત છે જરૂર, એમાં એની એ જ કેડીએ ચાલવાની
હજારોની આવી પ્રતો છે છૂપાયેલી, આ બ્રહ્મની વાંચવા જોશે દૃષ્ટિ જોવાની
સુખદ કે દુઃખદ છે પસાર થયેલા જીવનની, કહાની અધૂરીને અધૂરી રહેવાની
મળશે એ સર્વની જાણકારી હશે જેનામાં સમગ્રપણે બ્રહ્મને સમાવવાની
થાશે સંપૂર્ણપણે ક્યારે એ કહાની, નથી કોઈની પાસે એની જાણકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)