હર આંગન કંઈ સ્વર્ગનું દ્વાર નથી, હરેક વિચારમાંથી મહેક ઊઠતી નથી
હરેક બીજમાંથી ફળ ઊગતાં નથી, હરેક કાર્યને સફળતા મળતી નથી
હરેક શ્વાસ મોતનું દ્વાર નથી, છેલ્લો શ્વાસ મોતના દ્વારે પહોંચાડયા વિના રહેતો નથી
આશા વિનાની ફરિયાદ નથી, ભાવ વિના ઉમંગની લહેર ઊઠતી નથી
સારા-માઠા દિવસ વિના, જીવનમાં સંસારની સમજણ આવતી નથી
સંબંધોની ઉષ્મા જીવનમાં, એકસરખી કાંઈ તો જળવાતી નથી
સ્વાર્થ નડે જગમાં સહુને, તિરાડ સંબંધોમાં ઊભી કર્યાં વિના રહેતો નથી
બન્યા આદતના ગુલામ જ્યાં, નમાવ્યા વિના જીવનમાં એ રહેતી નથી
સાજનમાજન કર્યું ભેગું શાને, ભૂલોનો વરઘોડો કાંઈ કાઢવાનો નથી
સત્ય ઢંકાયું રહેશે ક્યાં સુધી, પ્રકાશમાં આવ્યા વિના એ રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)