સદા-સદા તું ચૂકતો આવ્યો, ભૂલતો આવ્યો `મા' નાં દ્વાર
કદી-કદી તું કરજે મનમાં, શાંતચિત્તે આ વિચાર
ભટકી-ભટકી થાકે તું જ્યારે, ઝબકે છે મનમાં આ વિચાર
રહી-રહીને પણ મનમાં જો, કરશે તું આ વિચાર
માગે-માગે છે શુદ્ધ યત્નો તારા, કચાશ રાખ ના લગાર
કરી-કરીને માયાના વિચારો, ભટક્યો જગમાં તું વારંવાર
હજી-હજી તું ના સુધર્યો, લઈને કડવા અનુભવ કંઈક વાર
પડી-પડી છે તને આ ટેવો, સુધારી લેજે તેને તું આ વાર
મળી-મળી ના મીઠી નીંદર, ચિંતા સતાવે અનેક વાર
દઈ-દઈને તું પાછી લેતો, ચિંતા `મા' ને કંઈક વાર
નમી-નમી તું કરજે, `મા' ને મનથી પ્રણામ અનેક વાર
દઈ-દઈને આશિષ તને, સુખી કરશે `મા' ખોલીને દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)