આવજો તમે આવજો રે, આવજો તમે ધીરેધીરે
આવશો અચાનક, હૈયેથી હર્ષ એ નહીં જીરવાય
ધીરેધીરે જીરવ્યો વિયોગ, અચાનક હર્ષ નહીં જીરવાય
ના આવું કરશો નહીં, રે આવજો તમે ધીરેધીરે
પ્રેમની કરજો પ્રેમથી ગોઠડી, કરજો તમે ધીરેધીરે
તમારા ભાવોમાં ડૂબાડજો, ડૂબાડજો તમે ધીરેધીરે
વિચારોમાં વ્યાપજો, વ્યાપજો તમે ધીરેધીરે
દીદારે દર્શન આપજો, આપજો તમે ધીરેધીરે
રંગમાં તમારા રંગજો, રંગજો તમે ધીરેધીરે
દિલમાં તમે સમાવજો, સમાવજો તમે ધીરેધીરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)