ફરતા વિચારો, ફરતું મન, મળશે સ્થિરતા જીવનમાં ક્યાંથી
ફરતી ઇચ્છાઓ, ફરતા ભાવો, મળશે સ્થિરતા જીવનમાં ક્યાંથી
પાયા ફરતા જીવનના જ્યાં, જીવનને આકાર દઈ શકશો ક્યાંથી
કર્યું ના ફરતાને સ્થિર જીવનમાં, વધશો આગળ જીવનમાં ક્યાંથી
રહેશે ના મંઝિલ લક્ષ્યમાં એમાં, મંઝિલે પહોંચશો એમાં ક્યાંથી
ફરતા ને ફરતા રહેશે ભાવો, ભાવમાં ભીંજાશો તમે ક્યાંથી
શબ્દેશબ્દે જો અટકતા રહેશે, વાક્ય પૂરું કરશો ક્યાંથી
કદમકદમ પર કાર્ય બદલતા રહેશો, પરિણામ પામશો ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)