છે જ્યાં હાથમાં હાથ તારો, છે એ જીવનનો સાચો સથવારો
નાંખે ભલે ભાર જીવનમાં અયોગ્ય એનો, લાગવા ના દે તારો સથવારો
ઝંખે હૈયું સદા મળી જાય, સદા માડી હાથમાં તો હાથ તારો
દુઃખની કશ્તી ટકે નહીં, મળી જાય જ્યાં હાથને તારા હાથનો સથવારો
મળી જાય જીવનમાં જ્યાં હાથ તારો, સફળ થઈ જાય ત્યાં જન્મારો
હોય જો હાથમાં હાથ તારો, સફળ આશાનો મળી જાય કિનારો
મળી જાય જીવનમાં માડી હાથ તારો જનમોજનમના કર્મોનો ભાર ઉતારો
પકડી લે જો તુ હાથ મારો, મટે મારો ભવભવ નો ભવ ફેરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)