કહેવું હતું કહી દીધું, કરવાનું બાકી રહી ગયું
ડામાડોળ વિચારોમાં રહ્યો ડોલતો, સ્થિર થવાનું રહી ગયું
પીરસવી હતી પ્રેમની થાળી, કરવાનું તૈયાર રહી ગયું
કરવી હતી મુસાફરી સુખની, દુઃખ છડી પોકારી ગયું
અજંપા હટ્યા ના દિલમાંથી, પગથિયું શાંતિનું ચૂકાઈ ગયું
દિલની મહોબ્બત દિલમાં સંઘરી, નજરથી સંદેશો મોકલવો રહી ગયું
આવી સમાઈ ગયા દિલમાં ક્યારે તમે, શોધવું એ રહી ગયું
તમારી હાજરી વિના હાજરી બીજી શું કામની, કહેવાનું રહી ગયું
રહેજે મોકલતી સંદેશા મને, કહેતી ના મોકલવું રહી ગયું
હું છું બાળક તું છે મારી માડી, પાક્કું આ કરવું રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)