જરા જરામાં શું થાકી ગયા, મંઝિલ કાપવી હજી બાકી છે
વાત કરતા કાં અચકાયા, રસ્તો લાંબો ઘણો હજી બાકી છે
મથી મથી મથયો ધણું સમજયા ઘણું, સમજમાં ના આવ્યુ બધુ અસમજમાં રહી ગયો
નાની જીતમાં શું પોરસાઈ ગયા, જીત મેળવવી હજી બાકી છે
મહેનતથી શું અકળાઈ ગયા, મહેલ ચણવો હજી બાકી છે
નાના તણખાથી શું ગભરાઈ ગયા, અગિન પ્રગટવો હજી બાકી છે
પ્રેમ નિરૂત્તર કરી ગયો કહેવાનું જીવનમાં ઘણું હજી બાકી છે
આછી સમજણથી શાને છલકાઈ ગયા, ભરવી સમજ હજી બાકી છે
થોડું જાણ્યું જીવનને, હરખાઈ ગયા એમાં, જાણવું પૂરું હજી બાકી છે
અન્યની મુર્ખાઈ પર ખૂબ હસ્યા, ખુદની મુર્ખાઈ પર હસવું હજી બાકી છે
ડાઘ લગાડયા જીવનને અનેક, ધોવા એને જીવનમાં હજી બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)