આંજી આંખોમાં સપનું, ચાલ્યો જીવનભર જીવનની રાહે
પ્હોચ્યો જીવનમાં ક્યાં એમાં, ના અણસાર એનો આવ્યો
વેડફ્યો સમય એમાં કેટલો, સમયનો ખ્યાલ ન આવ્યો
હતી ના નક્કર ધરતી એની, પાયો જીવનનો ના ટક્યો ………
સર્જી પરંપરા ભૂલોની, સપનાની દુનિયામાં એમાં રહ્યો
હાથમાં આવ્યું ના કાંઈ, ખાલીને ખાલી હાથ એમાં રહ્યા
ચૂક્યો પૂરુંષાર્થની રાહ એમાં, જીવનમાં ના આગળ વધી શક્યો
વણપુરી થયેલી આશાઓએ, સ્વપ્નનો સુંદર બગીચો રચ્યો
ઇચ્છાઓનાં રહ્યાં વધતાં પૂર, હૈયામાં સહારો સ્વપ્નનો મળ્યો
અટવાઈ ગયો જ્યાંથી દુનિયામાં, ઘડતર જીવનનું ના કરી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)