ના કર, ના કર, મારા રે મન, આવી મસ્તી મારી સાથે ના કર
તારો નચાવ્યો હું નાચ્યો, લાગ્યું નથી તને એ પૂરું વધુ મસ્તી ના કર
યાદ અપાવી જેની, કર્યા યાદ પળવારમાં એની, ભુલાવી હવે યાદો મસ્તી આવી ના કર
જવા ચાહું છું જ્યાં, પહોંચવા ના દે મને, ત્યાં મસ્તી આવી હવે ના કર
બન્યું આપણને કેટલું, એક તું જાણે બીજું દિલ જાણે, ના આવું ના કર
પ્રેમનો સાગર ઉભરાવીને દિલમાં, સૂકવી દે એને દિલમાં શાને, આવું ના કર
કરવું નથી જાહેર આ બધું કાંઈ જગને, રહેવા દેજે વાત બધી અંદર ને અંદર
યુગોને યુગો વીત્યા, મસ્તીમાં ને મસ્તીમાં, થવા ના દીધો તોયે ભાર
થાવા ના દીધો મેળાપ મને મારા પ્રીતમનો, આવું ના કર, ના કર
ના કરવાની કરી મસ્તી ઝાઝી, કરવાની મસ્તી તો તેં કરી નહીં
હતી જે મસ્તીમાં મસ્ત બનવું, ભુલાવી એ બધું દીધું, આવું ના કર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)