બેફામ ખેલ ખેલી જવાની, બુઢાપાએ તો એમાં રડવું પડ્યું
બેજવાબદારીએ ખેલ ખેલ્યા એવા, સમજદારીએ નીચું જોવું પડ્યું
પ્રેમનો દરિયો જ્યાં સુકાયો, વહાણ જીવનનું વેરના કિનારે લાંગર્યું
સપડાયું જીવન જ્યાં તોફાનોમાં, જીવનનું સ્વપ્ન એમાં નંદવાયું
ખીલતું હતું જીવનમાં કમળ હાસ્યનું, જીવન તાપમાં એ મૂરઝાયું
કરી કરી ભૂલો જીવનમાં, જીવનમાં કર્મોનું જોર એમાં વધાર્યું
કરી મૂડી ભેગી જવાનીએ હિંમતની, દુઃખદર્દ ત્યાં તો રોયું
હતા જે સાથમાં જગ છોડીને ચાલ્યા, સત્ય જીવનનું લાધ્યું
હાસ્યને બક્ષી અનોખી અદા જીવનને, દુઃખદર્દ ના જીરવી શક્યું
અધૂરાને અધૂરા રહ્યા કંઈક વાતોમાં, સ્વપ્ન જીવનનું પૂરું ના થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)