તને કહેવાતું નથી માડી, દુઃખ સહેવાતું નથી
રડવા ચાહું તારી પાસે માડી, હવે તો રડાતું નથી
ભાર વધતો દુઃખનો ઘણો, હવે ઊંચકાતો નથી
ખાલી કરવો છે તારી પાસે, ખાલી એ કરાતો નથી
કોશિશ દૂર કરવા કરું, સફળ એમાં થાતો નથી
મૂંઝવણ સદા થાતી રહી, મૂંઝવણ દૂર થાતી નથી
કહેવું આ જઈને કોને, દુઃખ વગરનું કોઈ દેખાતું નથી
નજર ફેરવું સકળ જગમાં, તુજ વિના નજર ઠરતી નથી
ફેરવું જીવનનું પાનું, ઉધાર વિના કંઈ દેખાતું નથી
જમા કરવું છે ઘણું, પણ `મા', રીત પકડાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)