હતું પ્રીતમના પ્રેમનું મીઠું શમણું, હતી રાત શમણાની બાકી
પ્રેમ ચાતક હૈયું હતું, ચાહતું હતું પ્રીતમના પ્રેમની વર્ષાનું બિંદુ
જામેલું હતું વાતાવરણ પ્રેમની ખુશ્બુ ભરેલું, હતું સ્વર્ગ સમું
તારી મૈત્રિક નજરોનું ત્યાં હતું રચાયું ભાન દિ દુનિયાનું ભુલાયું
હતાં હૈયાં ભલે જુદાં, હૈયાં એક થવા એક રહેવા તો મથતું
નજરની નજરમાં ના ત્યાં કાંઈ બીજું હતું, પ્રેમઘેલી આંખમાં પ્રેમનું શમણું હતું
હૈયું કરતું હતું વિરહના ગાનનું ગુંજન, નજરમાં તો પ્રીતમનું મુખડું હતું
પ્રેમનું અસ્વાદ લેતું રહ્યું હૈયું, હૈયું પ્રીતમના પ્રેમનું તો પંખી હતું
પ્રીતમની ધારણા વિના હતી ના ધારણા બીજી, ખાલી પ્રેમનું અસ્તિત્વ હતું
શમણામાં પણ નજર બીજું મુખડું જોવા તો ચાહતું ના હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)