લઈ લઈ આવ્યો કંઈક મૂડીઓ આ જગમાં સાથે છે જે પાસે
રહ્યો ખર્ચતો એને જીવનમાં, લાગી એ શું કામમાં કે ગઈ એ નકામી
હતી મૂડી પાસે વિચારોની, ર્ક્યા વિચારો અન્ય કાજે...લાગી
હતી ભાવોની મૂડી પાસે, ખર્ચી તણાઈ તો અન્ય કાજે...લાગી
મળી મેળવી મૂડી અનુભવની, ખર્ચી એને તો અન્ય કાજે...લાગી
હતી પાસે મૂડી જે શક્તિની, ખર્ચી જીવનમાં અન્યના કાજે... લાગી
હતી પ્રેમની મૂડી જે પાસે, ખર્ચી જીવનમાં અન્યના માટ...લાગી
હતી વિશ્વાસની મૂડી જે પાસે, ખર્ચી જીવનમાં અન્યના કાજે...લાગી
હતી ધીરજની મૂડી જે પાસે, ખર્ચી એને તો અન્યના કાજે...લાગી
હતી સેવાની મૂડી જે પાસે, ખર્ચી એને તો અન્યના કાજે...લાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)