`મા' ને કાજે હૈયામાં પ્યાર જો જાગે, એની હર અદામાં પ્યાર દેખાયે
અંધારે પણ એનું મુખ દેખાયે, હર ચીજ એની તો યાદ અપાવે
એના વહાલભર્યા વીંજણા વાયે, હૈયું જ્યારે ખૂબ તોફાને સપડાયે
કિસ્મતની ક્રૂર અદામાં પણ, `મા' નું હસતું મુખ સદા દેખાયે
ઠોકરો જ્યારે-જ્યારે જગમાં વાગે, એ તો `મા' ની યાદ સદા અપાવે
આંખે આંસુ જ્યારે વહેતાં જાયે, એમાં સદા મુખડું `મા' નું દેખાયે
નીંદર જ્યારે-જ્યારે આવે, `મા' નાં મીઠાં સમણાં એ તો લાવે
યાદ `મા' ની સદા હૈયે આવે, હૈયું સદા `મા' ના પ્રેમથી છલકાયે
હૈયેથી યાદી થોડી પણ ખસતાં, હૈયે એનો તલસાટ અનુભવાયે
ત્યાગમાં પણ ત્યાગ ના દેખાયે, સર્વ ઠેકાણે એની યાદ છલકાયે
સમસ્ત સૃષ્ટિના અણુ-અણુમાં, `મા' ના મીઠા શ્વાસ અનુભવાયે
એના સ્મરણ વિના, એક પળ પણ મુશ્કેલ બની જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)