આવે યાદ બીજું કે નહીં, માનવને સ્વાર્થ યાદ રહ્યા વિના રહ્યો નથી
હોય ભલે એ સુખમાં કે હોય દુઃખમાં, સ્વાર્થ યાદ આવ્યા વિના રહ્યો નથી
સ્વાર્થ સાથે સંકળાયેલો છે માનવી એટલો, જાણે સ્વાર્થ વગર બીજુ કાંઈ નથી
સ્વાર્થે કરે સગપણ બધાં ઊભાં, સ્વાર્થ વિના કોઈ સગપણ નથી
સ્વાર્થ સધાય તો પ્રભુના દ્વારે, જાય વારે ઘડિયે, નહીં તો ભૂલ્યા વગર રહ્યો નથી
મેળવવામાં એવો અંધ બન્યો આ માનવી, કે કાંઈ એનાથી છોડયું છુટતું નથી
સમજણમાં ભર્યો સ્વાર્થ એવો, સમજણ એના વગર એની ખાલી નથી
સ્વાર્થમાં ગુંથાયો એવો કે પરમાર્થ ને લાળ્યા વગર એ રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)