સંસ્કાર તો જીવનની શોભા છે, જીવનને સંસ્કાર શોભાવે છે
સ્વભાવ કરે છે ઘડતર સંસ્કારનું, સ્વભાવ સંસ્કારને દીપાવે છે
ઊંડા સ્વભાવોની છાપ સંસ્કારમાં નજરમાં તો એ આવે છે
લોભ લાલચ તો જીવનમાં, સુસંસ્કારને પણ ક્ષણમાં ડુબાડે છે
સંસ્કારમાં ગુણોના છુપા પ્રભાવો દેખાયા વિના ના રહે છે
સંસ્કાર તો છે મૂડી જીવનની, કિંમત જીવનની એના પર અંકાય છે
સંસ્કાર તો છે ઇમારત જીવનની, બુલંદી એની એમ દેખાય છે
સંસ્કાર વિનાનો માનવી, પુંછ વિનાનો પ્રાણી ગણાય છે
વાતો ને વર્તનમાં, માનવીના સંસ્કાર વરતાય છે
સંસ્કાર કેળવ્યા જેણે જીવનમાં, જીવન એનું સહુને ગમી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)