જોયું ઘણું ઘણું જીવનમાં, નથી કાંઈ બધું સમજાતું
કર્યા કંઈક ઇશારા જીવનમાં, નથી કાંઈ બધું સમજાયું
કહેવા બેસું જ્યાં બધું, નથી કાંઈ બધું કહેવાતું
ડંખે દિલ જ્યાં દિલમાં, એક નજરે નથી તો જોવાતું
લાગણીઓના પૂરમાં તણાયો, જલદી નથી કાંઈ કહી શકાતું
અહંના વહેણમાં જ્યાં ડૂબ્યા, નથી સાચું કાંઈ સમજાતું
ઇચ્છાઓના પૂરમાં જ્યાં તણાયા, નથી અધવચ્ચે રોકાતું
પ્રભુ પ્રેમમાં સ્થિરતા લાવ્યા વિના, નથી કાંઈ તો પમાતું
દુરાગ્રહમાં તો જ્યાં ફસાયા, કરવામાં નથી કાંઈ અટકાતું
અદમ્ય ઉત્સાહ વિના જીવનમાં, કાર્ય પૂરું નથી કરાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)