નયનોએ તમારામાં શું જોયું, પ્રભુ તમે એને શું દેખાડ્યું
ગયું જગનું સારું ભાન ભુલી, ભાન બીજું તો જ્યાં પ્રગટ્યું
માનતું હતું એને તો એના લાયક કઈ લાયકાતનું બિંદુ જોયું
પ્રેમ સંગે રહેવા ચાહતું હતું, પ્રેમમાં એવું કેવું તરબોળ કર્યુ
ગઇ ભુલી મારા તારાની ઝંઝટ નયનોમાં સ્થાન જ્યાં તમે લીધું
ગયાં ભુલી ભાન નયનો, દિલે પાછળ પાછળ તણાવું પડ્યું
દર્શન કાજે હતું જે તલસતું, એની પ્યાસને બિંદુ પાયું
હતી યુગો યુગોની દર્શનની સાધના, ફળ એજ એને એનું આપ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)