આવકારની સીડીએ ચડયા ઉપર, ઇન્કારની સીડીએ સરી નથી જવું
પ્રેમની પવિત્ર સીડીઓ પર ચડી, પ્રેમને પતનનું દ્વાર તો ના બનાવું
સંયમના શિખરો સર કરી, સંયમની ખીણમાં તો નથી સરી જાવું
તારા પ્રેમના દર્દી બન્યા પછી, અન્યના પ્રેમના દર્દી તો નથી બનવું
મનના ઘોડા ઉપરની શીખી સવારી, અન્ય પર સવાર નથી થાવું
કામક્રોધને દહન કર્યા પછી, એની અગ્નિમાં નથી તો જલવું
ભુલીને હસ્તી ખુદની, માન અપમાનમાં નથી રે રાચતા રહેવું
શરણું તારુ સ્વીકાર્યા પછી, અહીંતહી નથી રે ભટકવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)