એવું દર્દ દિલને કેવું દીધું, દિલ એ દર્દનું દીવાનું બન્યું
પ્રેમનું બિંદુ એવું કેવું પાયું, દિલ એ પ્રેમનું પાગલ બન્યું
આનંદ બિંદુ એવું કેવું ચખાડ્યું, દિલ એ આનંદમાં ડૂબી ગયું
દૃશ્ય એવું કેવું નજરને બતાડ્યું, એ દૃષ્ય જોવા એ તલસતું રહ્યું
દિલને એવું કેવું સંવેદનાભર્યું કર્યું જગની સંવેદના ઝીલતું થયું
બુદ્ધિમાં તેજ એવું કેવું ભર્યું, દરેક મુંઝવણની આરપાર જઈ શક્યું
એવી હિંમતનું બિંદુ કેવું પાયું, દરેક મુસીબતમાં એ અતૂટ રહ્યું
જીવનમાં જીવનને એવું કયું ઝરણું પાયું, દુઃખમાં એ નિર્લેપ રહ્યું
તારા નામનું પાન, એને કેવું કરાવ્યું, નામમાં એની જાતને ભૂલ્યું
કર્મોનું જળ એને કેવું પાયું, તારી રમતનું એ તો રમકડું બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)