લઈ લઈને માડી નામ તારું, ના તને જાણી શક્યા, ના તને ઓળખી શક્યા
નમન કરી કરીને મૂર્તિને તારી, ના હૈયામાં વસાવી શક્યા, ના એને સ્થાપી શક્યા
તારા ઉદાર દિલને ના જાણી શક્યા, ના હૈયું પાસે તારી ખાલી કરી શક્યા
વાંચી વાંચીને શાસ્ત્રો જીવનમાં રે માડી ના તને જાણી શક્યા, ના સમજી શક્યા
તપ તપ્યાને જપ જપ્યા રે માડી, ના તને જાણી શક્યા ના ઓળખી શક્યા
કર્યાં પૂજાપાઠ ઘણા, કર્યા સત્સંગ ઘણા, ના તને જાણી શક્યા ના પામી શક્યા
દીધા ઘણા રે દાન, જાળવ્યાં ઘણાં સન્માન, ના તને ઓળખી શકયા, ના શોધી શકયા
રૂપ રંગમાં કર્યા ઘણા રે બદલાવ, તોય તને ના પામી શકયા, ના તને ઓળખી શકયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)