માંડ માંડ મનમાં ઉતાર્યું, તોફાન ત્યાં જાગી ગયું
તર્ક કરી અવળચંડાઈ, શંકાઓનું યુધ્ધ ત્યાં જાગી ગયું
શંકાઓ લેતી રહી ઘૂમરાવો, અશાંતિનું ધૂમ્મસ છવાઈ ગયું
સમયે જ્યાં રણશીંગુ ફુંક્યું, હૈયું યુધ્ધમાં ત્યાં ઘેરાઈ ગયું
આ તુમુલ યુદ્ધમાં હૈયાનું આંગણું એમાં ડહોળાઈ ગયું
કોરા એવા આંગણામાં, દુઃખદર્દનું બીજ વવાઈ ગયું
મારી કિસ્મતે ગુલાંટ એવી, જીવન વેરણ છેરણ બની ગયું
આવ્યું મુખમાં નામ પ્રભુનું, નામમાં ત્યાં ચિત્ત ના લાગ્યું
મળ્યું ના નિવારણ એકનું, પ્રભુનું શરણું લેવાઈ ગયું
શમી ત્યાં શંકાઓ, શમ્યું તોફાન, પ્રભુનું વર્ચસ્વ અટવાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)