છોડીને તારા ખોટા વિચાર, સોંપી દે તારો હાથ પ્રભુને હાથ
જગમાં સુખમાં-દુઃખમાં એ એક જ દેશે તને સાચો સાથ
કૂડકપટ કર્યા જગમાં કંઈ અપાર, બન્યો કંઈકનો તું શિકાર
કરુણા કરી એ એક જ કરશે, તારો એમાંથી સાચો ઉદ્ધાર
સ્વાર્થથી બંધાઈ છે કંઈક સગાઈ, સ્વાર્થ પાડે છે કંઈક જુદાઈ
બાંધી દે પ્રભુ સાથે સગાઈ, નિભાવશે એ તો સાચી સગાઈ
ભલે ન હોય કંઈ તારી પાસે, તોય રાખજે એનામાં અતૂટ વિશ્વાસ
રહેશે એ તો સદા તારી સાથે, એ એક જ પૂરશે તારી આશ
પૂરતી આવી છે કંઈકની આશા, નથી કરતી એ તો નિરાશ
દેશે એ તો સાચો સાથ તને, રાખશે જો તું એનામાં પૂર્ણ વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)