આંખોએ જોયેલું કાને સાંભળેલું, જીવનમાં જીવનનું એ ઝેર છે
મનડાંએ માનેલું હૈયામાં એ વસેલું, એવું જીવનનું એ ઝેર છે
સમજના સીમાડા વટાવી, સબંધો તોડી ગયેલું, જાગેલું એ વેર છે
સાર ભૂલ્યા સાથ ચૂક્યા, રગેરગમાં વ્યાપેલું એવું એ વેર છે
જોડ્યા પૂર્વ જનમના તાંતણા, તાંતણે તાંતણે વિટાયેલું વેર છે
જીવનના અંગે અંગમાં અનુભવાઈ રહેલો એનો તો કેર છે
વિસરાયા પ્રભુ એમાં નજરે નજરમાં, વરસતું જ્યાં એનું વેર છે
જલ્યું હૈયું એમાં, જલ્યું જીવન એમાં, ના પતનની એમાં દેર છે
સુખના સાગર સુકાયા ઉછળ્યા મોજા, દુઃખની એની એ મ્હેર છે
હરિયાળી જીવનની, પલટાઈ વેરાનમાં, વ્યાપ્યું એવું એનું ઝેર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)