લડ્યા પહેલાં શરણું લઈ લીધું, બહાદૂરીના શા વખાણ કરું (10)
નીકળ્યો અવગુણોની સામે લડવા, ચરણમાં શિશ નમાવી દીધું
જીતવા હતા પ્રેમથી હૈયાં, હૈયામાં વેરનું તો વિષ ભરી દીધું
સત્યની કરવી હતી પૂજા જીવનમાં, અસત્યનું શરણું લઈ લીધું
રહેવું હતું ધ્યેયને વફાદાર, બેવફાઈને હૈયે તો ચાંપી દીધું
હતી સ્થિરતાની મંઝિલ જીવનમાં, ચંચળતાનું શરણું લઈ લીધું
કેળવી બીનઆવડત જીવનમાં, બડાશનું શરણું લઈ લીધું
રહી ના શક્યો પુણ્ય પથમાં જીવનમાં, પાપનું શરણું લઈ લીધું
સામનાની તાકાત હતી ના જીવનમાં, શરમનું શરણું લઈ લીધું
અસફળતાની રાહે રહ્યો ચાલતો, બહાનાનું શરણું લઈ લીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)