નંદવાયા રે નંદવાયા જીવનમાં, કંઈક આશાઓના મિનારા નંદવાયા
લાંગરી ના નાવડી કિનારે, જ્યાં કિનારા તો બદલાયા
વ્યથા ને વેદના જ્યાં હૈયામાં જીરવાયા, આંખોમાં અશ્રુનાં નીર છલકાયાં
અપનાવી ના શક્યા તો જગમાં અન્યને, હૈયાં જીવનમાં જ્યાં સંકોચાયાં
લાગી વાટ જીવનની તો આકરી, એકલવાયા કાપવા પડયા રસ્તા
છેડી ના શક્યા રાગ જીવનના, જયાં સાજ બધા રે નંદવાયા
મુક્તપણે વિહરવું હતું ના વિહરી શક્યા, જયાં સાકડી શેરીમાં અટવાયા
ભુલી ગયાં પ્રભુને જયાં, માયાના મોહમાં એવા રે ફસાયા
મઝધારે એવા ફસાયા, રહયા દૂર ને દૂર અમારા કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)