નથી અમારે કાંઈ કહેવું, નથી અમારે તો કાંઈ કહેવું
દિલનું દર્દ તો છે દિલમાં ને દિલમાં અમારે તો પીવું
પકડી છે રાહ મહોબ્બતની સાચી, જાગ્યું દર્દ દિલમાં એનું મીઠું –
છે રાહ અમારી છે દર્દ અમારું, છે એને સહેવું નથી કાંઈ કહેવું –
નજરની એ કળામાં, દિલની વ્યથાના ભાગીદાર કોઈ નથી બનવું
નથી હાર એમાં કોઈની, મળ્યું એમાં દર્દ યાદનું તો મીઠું
યાદ એની મીઠી રહ્યું છે પીવરાવતું ઉત્સાહનું બિંદુ –
છે જીત એ તો પ્રેમની, રહે છે આંખ સામે સદા અટવાઈ મુખડું
હાજરી વિના પણ રહે છે, દિલને દિલની વાત કરતું ને કરતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)