રાત્રિ એ રાત્રિ નથી, ને દિવસ એ દિવસ નથી
છે બંને જગમાં એ તો સમયની છાયા
છે બંને આભાસી સત્ય પણ, સમયની વાત એતો કહેવાના
ખેલ ખેલ્યા છે કુદરતે એવા, સમયે લીધો છે એને સમાવી
કરી જેણે સમયથી ઉપર ઉઠવાની કોશિશ, સમજાશે એને રમત સમયની
જાગતા પણ જોઈએ છે જે કાંઈ, છે એ છાયા સમયની
ઊતરીએ છીએ રાતના સ્વપ્નમાં, એ પણ છે સમયની છાયા
સમયમાં જ ખોવાયા, સમયે એજ ખોવરાવ્યું કરું ફરિયાદ ક્યાંથી
છે એ તો સમયને સમયની બલિહારી
ના સમજી શક્યા કોઈ સત્યને, આભાસમાં સહુકોઈ ખોવાયા
ના પિછાણી શક્યા છાયા માયા, એ પડછાયા પાછળ ભરમાયા
સમયના સાથ મળ્યા છતાં ના એ તો જળવાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)