મળી જાય જીવનમાં જો મનગમતો દેખાય, એમાં તારો અદૃશ્ય હાથ
ઉઠે ભલે જીવનમાં આંધી કે તોફાન, બની જાય જીરવવા એને આસાન
છે તું અધ્રસપાસ જો દિલને મળે એ અહેસાસ, તો ચેન મળી રે જાય
રાખે છે તું સતત મારો ખ્યાલ, દિલમાં જાણે છે આ વાત
ભલે મુશ્કેલી સહેવી પડે હજાર, મળે જો તારો એમાં સાથ
જીવનના કાર્ય ત્યાં થાય એવા, જેમાં દિલને મજા આવી રે જાય
નિરખી રહ્યો છે તું દિલને જાણ એની મળી રે જાય, ત્યાં મજા આવી રે જાય
અદૃશ્ય પ્રેમના તાંતણા તારા, ઓળખાણ તારી જયાં આપી રે જાય
જીવનમાં દિલ ને એક અનોખો આરામ મળી રે જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)