નથી ધીરજ જગમાં ,જીવન જીવનની જેમ જીવે
ધરતી વાસ્તવિક્તાની ભૂલી, કલ્પનામાં એ જીવે
કરી ક્ષણભંગૂર દેહની, ક્ષણભંગૂર જેવી એ જીવે
હૈયાના પોતાના ઉત્પાતોમાંને, ઉત્પાતોમાં એ રાચે
જોઈએ છે જોઈએ છે, જીવનમાં જોઈએ છે માં રાચે
રાખી મધ્યમાં ખુદને, આસપાસ ધર્મને એ ફેરવે
જરીર પડે જગાવે શરમ આંખમાં આંખની શરમ છોડે
આવા જીવનમાં હૈયું ધબકતું, ધબકારા તો છોડે
શ્વાસોશ્વાસને કહેવાય જો જીવન, જીવન એવું જીવે
કરી કરી ભૂલ જીવનમાં, કર્યા ઉપર પાણી ફેરવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)