સફળતાનાં શિખર દેખાયાં, તોય પગ લપસ્યો ખીણમાં કંઈક વાર
અસાવધતાની નિશાની ગણવી, કે પછી મારાં કર્મોનો પરિપાક
સુખનો કિનારો નજીક દેખાયો, તોય દુઃખમાં હું તો ડૂબ્યો કંઈક વાર
દોષ કાઢતો મારાં કર્મનો, કે પછી ગાફેલ રહ્યો હતો તે વાર
ચિંતા છોડી, ચિંતા કરતો, ના મળ્યો મને ચિંતાનો ઉપચાર
કાં તો ચિંતા છોડવી નહોતી, કાં ચિંતાથી બન્યો હતો લાચાર
દેવા ટાણે ખચકાઈ જાતો, પ્રભુ પાસે લેવા દોડ્યો હું કંઈક વાર
તોય મારી જાતને સ્વાર્થી ના ગણી, ભલે ભર્યો હતો હૈયે એ અપાર
પ્રભુનાં દર્શન કરવા દોડી જાતો, કિંમત ચૂકવવી નહોતી લગાર
પ્રભુ દર્શન મને ના દેતો, તોય ભૂલ મારી ના સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)