રહેવા દેવો નથી હૈયામાં અહંનો કોઈ છંટકાવ, આવોને આવો હું તો તારોને તારો છું
મિટાવી દેવા છે હૈયામાંથી મારા, મારાનો માર, આવોને આવો હું તો તારોને તારો છું
દેવી નથી નજરોમાં તો માયાને રે વસવા, આવોને આવો હું તો તારોને તારો છું
રાખવા છે તારી પાસે તો દંભ વિનાના એકરાર, આવોને આવો હું તો તારોને તારો છું
ચડવા નથી દેવા હૈયામાં અભિમાનના ભાર, આવોને આવો હું તો તારોને તારો છું
લોભ લાલચમાં તણાવું નથી લગાર, આવોને આવો હું તો તારોને તારો છું
પ્યારથી કરવો છે પ્યારનો ઈકરાર, આવોને આવો હું તો તારોને તારો છું
જોઈએ જીવનમાં બસ એક તારો ને તારો સથવાર, આવોને આવો હું તો તારોને તારો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)