સ્મરણે સ્મરણે તમારા, જાગે હૈયામાં ચેતના અમારી
કરે દૂર અંધકાર હૈયાનો, પથરાય પ્રકાશ હૈયામાં અમારા
વહે છે ને વહે છે જગમાં, તારી ચેતનાની રે ધારા
સ્મરણે સ્મરણ તમારું, આકર્ષે એ ધારા હૈયામાં અમારા
એ ચેતનની ધારા તમારી, બનાવે ચેતનવંતું જગ અમારું
જગાવે હૈયામાં આંદોલનો એવાં, બનીને કાળ અંધકારની
સ્મરણે સ્મરણે ગુંથાય સમય એમ, દુઃખ માટે સમય ના રહે
સમજાય જીવનમાં જો આ, બની જાય જીવનમાં ચાવી સુખની
વ્યાપી જાય જ્યાં શ્વાસે શ્વાસે, હટાવે અલગતા અમારી
દિન પર દિન જાય વધતી, બનીને એ સંપત્તિ અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)