માંડી છે શાને આવા માલની રે હાટડી, માલ તારો વેચાવાનો નથી
રાખ્યા છે જરી પુરાણા વિચારો ભરી એમાં, એનો ખરીદનાર મળવાનો નથી
રાખ્યો છે ક્રોધનો માલ શાને ખુલ્લો, લેનાર એનો મળવાનો નથી
રાખ્યો છે ઇર્ષ્યાનો માલ શાને ખુલ્લો, એ તરફ તો કોઈ જોવાનું નથી
કુસંપનો માલ શાને રાખી ખુલ્લો બેઠો, જાહેરમાં ખરીદનાર મળવાનો નથી
દુઃખદર્દનો માલ ભરી શાને બેઠો, એ તરફ કોઈ જોવાનું નથી
જોઈએ જગમાં સહુને મોજા મઝા ને મસ્તી, વાત આ ભુલવાની નથી
ર્દદના ના થાય સોદા, કોઈ ર્દદને નહીં ખરીદે માલ તારો વેચાવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)