કરવું છે યાદ જે જીવનમાં, એ તો હું ભુલતો જાઊં છું
ભુલવું છે જે જીવનમાં, યાદ એને રાખતો ને રાખતો જાઊં છું
ભૂલ્યો કર્મો મારા, છોડ્યો ના પીછો કર્મોએ તો મારા
રાખવા રાખવા નથી કર્મો, તોયે યાદ રાખતો જાઊં છું
આવ્યો એકલો જવાનો એકલો, જાણવા છતાં સાથીઓ ગોતતો જાઊં છું
પડે કરેલા કર્મો ભોગવવા દિલાસા એમાં ગોતતો જાઊં છું
કરવા છે ને યાદ રાખવા છે પ્રભુ, એની માયાને યાદ રાખતો જાઊં છું
સમજું છે કર્મો કારણ જીવનનું, તોયે બીજાં કારણો ગોતતો જાઊં છું
દુઃખદર્દના દર્દને હૈયામાં, વીંટોળતોને વીંટોળતો જાઊં છું
છતાં માનતો જાઊં છું કે મુક્તિની રાહે તો ચાલતો જાઊં છું
છેતરવા દોડ્યો કર્મોથી પ્રભુને, કર્મોથી છેતરાતો તો જાઊં છું
કર્મોથી વીંટળાયેલો જીવ, કર્મો છોડવામાં બંધાતો જાઊં છું
મારાને મારા કર્મો ગુંચવે મને, એમાં ગુંચવતોને ગુંચવતો જાઊં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)