ક્ષણ વીતી ગઈ એવી, કરતા યાદ આંખો થઈ ગઈ ભીની
પ્રેમની કળી ગઈ હતી પીંખી, બની કાંટો રહી હતી વાગી
શું બન્યું કેમ બન્યું, કરતા યાદ આવે હૈયે ધ્રુજારી
કોણે અને શા માટે, કરી દીધી દીવાલ વચ્ચે ઊભી
સ્નેહ વરસતા હતા જે નયનોમાંથી, રહ્યા આગ એ વરસાવી
જે નયનો તલસતાં હતાં મુખ જોવા, રહ્યા મુખ આજે ફેરવી
જીરવવું કેમ કરીને એને, હતી ના હામ હૈયે લૈલા મજનુની
ના ભુલી શકાય રાખું કેમ કરી યાદ હાલત હતી એવી
સમજાવું દિલને ગણી લે પ્રારબ્ધ એને દઈ ના શક્યો શાંતિ
વિતેલી ક્ષણો ગઈ વીતી, રહ્યો હવે તો એને વાગોળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)