વસાવ્યા જેને તો દિલમાં, દિલમાંથી તો એને હટાવવા નથી
દીધી મહોબ્બત જેને એકવાર, દિલમાંથી એને તરછોડવા નથી
દિલથી સાથ દીધો જેને,પીછેહઠ એમાં તો કરવી નથી
વસાવ્યા નજરમાં જેને એકવાર, નજરથી એને તરછોડવા નથી
કર્યો જે ભુલનો દિલથી સ્વીકાર, એ ભૂલ ફરી કરવી નથી
આવે ભલે જીવનમાં તોફાનો અરે, તોફાનોમાં સ્થિરતા ગુમાવવી નથી
કર્યું નથી નક્કી જીવનમાં કરવું શું, જ્યાં નક્કી કર્યા વિનાના પગલાં પાડવાં નથી
હર યાદને જીવનમાં બનાવવી છે યાદ, એની યાદોની ફરિયાદ બનાવવી નથી
ખુલ્યાં છે જે એતબારનાં દ્વાર, એને હવે બંધ કરવા દેવા નથી
હટશે યાદ જ્યાં એની, મટી જાશે હસ્તી તારી, ભળ્યા પછી મને મારી હસ્તીની જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)