કર નક્કી તું તારા હાથે, મળી છે કે નથી મળી જીત તને જીવનમાં
દબાઈ ગયો છે ભાર નીચે જીવનમાં, દબાવી દીધા ભારને જીવનમાં
કર્યાં કાર્યો બધા તેં વિશ્વાસથી, ખેંચાતો રહ્યો તું કાર્યમાં
રાખ્યા વિચારોને તેં કાબૂમાં, ખેંચાયો તો તું વિચારોમાં
પીધા પ્રેમના પ્યાલા જીવનમાં કે પીધા મૃગજળ એના જીવનમાં
દેખાઈ તારી ઉણપ તને જીવનમાં, કે જોઈ હોંશિયારી તારા જીવનમાં
પ્રયત્નશીલ રહ્યો તું જીવનમાં, જીવન સોંપી દીધું પ્રારબ્ધને જીવનમાં
કાઢયા મારગ મુશ્કેલીમાંથી જીવનના રે, અટવાઈ ગયો મુશ્કેલીમાં જીવનમાં
છેહ દીધા સાથીદારોને જીવનમાં, કે રહ્યો ઊભો સાથે જીવનમાં
ખોયો જાત પર કાબૂ કેટલીવાર જીવનમાં, રાખ્યું મનને કાબૂમાં જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)