ઓઢીને ઓઢણી માયાની, છુપાવે છે શાને મુખડું તારું જગમાં
હટાવે ક્ષણ બે ક્ષણ ઓઢણી, દેખાય મુખડું તારું ત્યારે દિલમાં
ઢંકાય છે પાછી ઓઢણીમાં, છુપાય છે સૂરજ જેમ વાદળમાં
છે અમારાથી રીસાયેલી કે રીઝાયેલી, સમજાય ના એ ઓઢણીમાં
જોઈએ છે મુક્તિ કર્મથી, જોઈતી નથી મુક્તિ દર્શનમાં
પ્રેમ ભૂખ્યા તારા બાળને, તડપાવવામાં આવે છે શું મજા
રાખ મુખડું છુપાયેલું ઓઢણીમાં, લેજે આ બાળને તારા ફૂંકૂમાં
કરે છે શા કાજે આવું, નથી આ તો અમને સમજાતું
દિલ ખોલીને દર્શન દઈ દે મા, હવે તારા વગર નથી રહેવાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)