ભરેલા જામમાંથી (2) જામનો અંજામ એમાં દેખાય છે
રહેવા ના દે આંખોને સ્થિર, ના સ્થિર એમાંથી દેખાય છે
પાડે જ્યાં પગલાં ધરતી પર, ધરતી ફરતી એમાં દેખાય છે
તાંતણાં વિચારોનાં તો એમાં તૂટતાં ને તૂટતાં દેખાય છે
સીદી સાદી આંખ, લાલાશ ધરતી એમાંથી દેખાય છે
તૂટેલી હિંમત જીવનની, હિંમતનું જોમ એમાં તો દેખાય છે
મૂક બનેલો જીવ, વાચાળ બનતો એમાં દેખાય છે
ભૂલવા મથતો આ સૃષ્ટિને, જુદી સૃષ્ટિમાં વિહરતો દેખાય છે
નથી ખુદનો કાબૂ એમાં, કાબૂ ગુમાવતોને ગુમાવતો દેખાય છે
માંડી શક્તો નથી દૃષ્ટિ, દૃષ્ટિમાં જ્યાં અનેક દેખાય છે
થાકેલી આંખડી એની, થાક ઉતારવાના રસ્તા શોધતો દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)