કરવું છે ઘણું ઘણું જીવનમાં, મજબૂર કેમ બની જાઉં છું
જોમનો જ્યાં આશિક છું, મજબૂરીનો દાસ કેમ બની જાઉં છું
સ્વપ્નદષ્ટા નથી બન્યો, જીવનમાં સ્વપ્ના જોતો જાઉં છું
કેળવી ના લાયકાત જીવનની, નાલાયક બનતો જાઉં છું
નીકળ્યો તરવા સંસારને, એમાં ડૂબતોને ડૂબતો જાઉં છું
કરવી નથી ફરિયાદ પ્રભુને, અંતરનો ઉકળાટ ઠાલવતો જાઉં છું
રમાડવી છે હકિકતને હાથમાં, હકિકતમાં રમતો જાઉં છું
હૈયાએ સ્વીકારવું છે જુદું, દૃષ્ટિએ જોવું છે જુદું મજબૂર બનતો જાઉં છું
છે પ્રભુના હાથમાં સહુ, હાથ પ્રભુના ગોતતો જાઉં છું
નાદુરસ્ત નથી કાંઈ જીવનમાં, મજબૂરીમાં નાદુરસ્ત બનતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)