ઝોળી ભરી દે માડી, ઝોળી ભરી દે
મેં તો ફેલાવી છે, આજે તારી પાસ
ભરી દેજે એવી માડી, ભરી દેજે એવી
જોજે રહી ન જાયે, એમાં કચાશ
ફેલાવી છે જ્યારે માડી, મેં તો આજે
ભરજે તું એને, તારે હજારે હાથ
મન કચવાય છે ઘણું રે માડી (2)
હવે નથી રહ્યો કોઈ ઉપાય
યત્નો કરી-કરી થાક્યો હું તો (2)
નથી સૂઝતો કોઈ બીજો ઉપાય
ભરશે નહીં જો તું એને (2)
ભરી નહીં શકે કોઈ એને માત
ભરતાં એને તું તો જોજે મારા હૈયાના ભાવ
દેખાય છે શું તને એમાં કચાશ
હવે વાટ ન જો તું મારી માડી (2)
ભરી દે તું એને તત્કાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)