બેદરકારી જીવનમાં તારી તને, આગળ વધવા ના દેશે
ભળશે આળસ જો એમાં, તને ક્યાંયનો ના રહેવા દેશે
ડૂબ્યો રહીશ એમાંને એમાં, તારા હાથે પ્રગતિનાં દ્વાર બંધ કરશે
તારા કર્યાનું ફળ તને મળશે, ધાર્યું ફળ ના એમાં મેળવી શકશે
મળેલી તક પાછી તને ના મળશે, જીવનમાં આ તને જયારે સમજાશે
તારી અકળામણ ને તારી મુંઝવણનો, ત્યારે તને ઇલાજ ના મળશે
વેડફી પળ પાછી ના આવશે, જીવનમાં જો કદી તને આ ના સમજાશે
તારા કર્મો તું ભોગવશે, આંખે આસુંડા ત્યારે સુકાયા ના સુકાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)