તન મનને શ્વાસોના એ દેનારને, ક્યારેક જગમાં યાદ કરી લેજો
ભાગ્યના એ ભાગ્ય વિધાતાને, ક્યારેક જીવનમાં યાદ કરી લેજો
સુખ દુઃખમાં સદા એ સાથ દેનારને, ક્યારેક જીવનમાં યાદ કરી લેજો
જતી દોરી સંચારે જગ તો ચાલે ને સૂત્રધારને, ક્યારેક જગમાં યાદ કરી લેજો
પાથર્યા કુદરતી પાથરણાં એ પાથરનારને, ક્યારેક જીવનમાં યાદ કરી લેજો
કરી જરૂરિયાતો જગમાં પૂરી એ પૂરી કરનારને, ક્યારેક જીવનમાં યાદ કરી લેજો
ડુબાડયા માયામાં જગને, એની માયામાં ડૂબીને ક્યારેક જગમાં યાદ કરી લેજો
કિસ્મતના તોફાની વાયરામાં સ્થિર રહેવા, ક્યારેક જગમાં યાદ કરી લેજો
પાપપુણ્યના હિસાબ ગયા હો ભુલી, ના એને ભૂલો, ક્યારેક જગમાં યાદ એને કરી લેજો
હર હંમેશ પ્રેમના પ્યાલા એ પાનારને, ક્યારેક જગમાં યાદ કરી લેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)