જગમાં પામી ગયો સર્વ કાંઈ, જ્યાં જાગ્યો પ્રભુમાં વિશ્વાસ
જગમાં નથી એવું કંઈ, ન હોય એ તો પ્રભુની પાસ
આશાઓ જાગે હૈયે તો અનેક, એ તો કંઈક વાર
પૂરી એ તો ત્યારે થાયે, જો મળે એને પ્રભુનો આધાર
કરુણા જ્યારે વરસે પ્રભુની, રોકી ના શકે એને કોઈ તાકાત
માગ્યાથી એ વધુ એ તો દઈ દેતો, ન જોતો એ જાત કે પાત
જગમાં જે કાંઈ થાતું કે મળતું, ન બને એની ઇચ્છાની બહાર
સહેલું બનશે, સોંપી દે તું પ્રભુને તારી ઇચ્છાનો ભાર
અજબ છે એના નિયમો, દેતો એ નિયમથી સદાય
છતાં નિયમ એ બાજુએ મૂકતો, જાગે હૈયે સાચો ભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)